ઈશ્વરીયાને સાણથલી સાથે જોડતા અને ભાદર નદી પરનો બ્રિજ મંજૂર કરવામાં આવતાં લોકોમાં ખુશીની લાગણી ફરી વળી છે.હવે લોકોને ચોમાસામાં હેરાનગતિ ભોગવવી નહીં પડે. આટકોટ સાંણથલી ઇશ્વરીયા રોડ પર ભાદર નદીનો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે.
ઈશ્વરીયા તાલુકા પંચાયતનાં સદસ્ય સોનલબેન લલિતભાઈ મારકણા દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને રજૂઆત કરવામાં આવી હતી કે અમારે ચોમાસામાં આ બ્રિજ ન હોવાથી લોકોને પાણીમાં ચાલવું પડે છે અને ભાદર નદી હોય પાણીની આવક ચાલુ હોય ત્યારે લોકોને ખેડૂતોને અને રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે,
ત્યારે આ બ્રિજને મંજૂર કરવામાં આવેલી રકમ 4 કરોડ 75 લાખ હતી જે ઓછી હતી જેને વધારી 7 કરોડ 82 લાખ જેવી રકમ મંજૂર કરવામાં આવી છે. ત્યારે ભાદર નદી પર બ્રિજની રકમ મંજૂર કરવામાં આવ્યો છે.