ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનો પ્રભાવ વૈશ્વિક સ્તરે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એરસ્પેસ બંધ થવા જેવી સ્થિતિઓને કારણે ઇન્ટરનેશનલ પ્રવાસન ક્ષેત્ર પર સીધી અસર પડી રહી છે. આવા સંજોગોમાં પણ ગુજરાતી પ્રવાસીઓ ડરવાને બદલે સમજદારીપૂર્વક નિર્ણય લઈ રહ્યા છે અને કેન્સલેશનની જગ્યાએ પ્રવાસની તારીખમાં ફેરફાર કરાવી રહ્યા છે. હાલમાં યુદ્ધના કારણે દુબઈની ટૂર કેન્સલ અથવા તો હોલ્ડ પર છે, ત્યારે ટુર સંચાલકો પણ પ્રવાસીઓને દુબઈ સામે બાલી-થાઇલેન્ડ-મલેશિયાના નવા ઓપ્શન આપી રહ્યા છે.
દુબઈની સામે બાલીનું ઓપ્શન બેસ્ટ છે આ સિવાય બીજું થાઈલેન્ડનું ઓપ્શન છે, એ પણ સારું છે. ત્યાં કોઈ યુદ્ધની અસર દેખાતી નથી. ત્યાંની ફ્લાઈટ્સ પણ રેગ્યુલર ચાલી રહી છે. એટલે અમે લોકોને કહીશું કે જો જવું હોય તો એક ઓપ્શન એમને બાલીનું આપી શકાય, થાઈલેન્ડનું આપી શકાય, મલેશિયાનું આપી શકાય.