ઈરાન-ઈઝરાયલ યુદ્ધઃ PM મોદીના નિવાસસ્થાને સુરક્ષા સમિતિની બેઠક

અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સતત બે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. મિડલ ઇસ્ટના દેશોમાં ફસાયેલા ભારતીયો અને ભારતમાં સુરક્ષાને લઈને પીએમ મોદીના નિવાસસ્થાને સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ. આ દરમિયાન CDS અનિલ ચૌહાણ પણ હાજર રહ્યા.

મીટિંગમાં વેસ્ટ એશિયામાં રહેતા ભારતીયો અને ત્યાં ફસાયેલા લોકોની સુરક્ષા, પરિસ્થિતિ બગડે તો તેનો કેવી રીતે સામનો કરવો, તેના પર ચર્ચા થઈ. હાલમાં, વેસ્ટ એશિયાનું એરસ્પેસ લગભગ બંધ છે.

ઇરાનમાં લગભગ 10,000 ભારતીય નાગરિકો રહે છે, અભ્યાસ કરે છે અને કામ કરે છે. જ્યારે 40,000 થી વધુ ઇઝરાયેલમાં રહે છે. ગલ્ફ અને વેસ્ટ એશિયામાં લગભગ 90 લાખ ભારતીયો છે.

પીએમએ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે તેમણે UAEના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે વાત કરી. તેમણે UAE પર થયેલા હુમલાઓની નિંદા કરી.

પીએમએ લખ્યું- ‘ભારત આ મુશ્કેલ સમયમાં UAE સાથે ઊભું છે. ત્યાં રહેતા ભારતીય સમુદાયનું ધ્યાન રાખવા બદલ તેમનો આભાર માન્યો. અમે તણાવ ઓછો કરવા, શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ.’

ખરેખર, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું ઈઝરાયેલી હુમલામાં મૃત્યુ થયું છે. દેશ-દુનિયાભરમાં આને લઈને પ્રદર્શનો થઈ રહ્યા છે. ભારતમાં પણ શ્રીનગર, લખનૌ, સંભલ, પટના સહિત 15થી વધુ શહેરોમાં પ્રદર્શનની તસવીરો સામે આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *