ઈરાને કહ્યું- વળતર મળે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે

ઈરાને કહ્યું છે કે તે વર્તમાન સંઘર્ષમાં પીછેહઠ કરવાનું નથી અને જ્યાં સુધી તેને થયેલા નુકસાનનું વળતર નહીં મળે, ત્યાં સુધી જંગ ચાલુ રહેશે.

ઈરાની સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈના વરિષ્ઠ સૈન્ય સલાહકાર મોહસિન રઝાઈએ જણાવ્યું કે ઈરાનની શરતો સ્પષ્ટ છે, તમામ આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે અને અમેરિકા તરફથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની દખલગીરી ન કરવાની નક્કર ગેરંટી આપવામાં આવે.

રઝાઈએ ટીવી પર જાહેર કરેલા પોતાના નિવેદનમાં કહ્યું કે ઈરાની સેના પૂરી તાકાતથી ઓપરેશન ચલાવી રહી છે અને દેશનું નેતૃત્વ નવા સુપ્રીમ લીડર હેઠળ મજબૂતીથી સ્થિતિ સંભાળી રહ્યું છે.

આ અગાઉ ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ પણ કહી ચૂક્યા છે કે દેશના લોકો હુમલાખોરોને પૂરી સજા આપવાની માંગ કરી રહ્યા છે.

રઝાઈ બોલ્યા- યુદ્ધ એક અઠવાડિયામાં ખતમ થઈ શક્યું હોત

મોહસિન રઝાઈએ જણાવ્યું કે આ યુદ્ધ એક અઠવાડિયાની અંદર જ ખતમ થઈ શક્યું હોત, પરંતુ ઈઝરાયલના કારણે તે ચાલુ રહ્યું.

રઝાઈના જણાવ્યા અનુસાર, અમેરિકા યુદ્ધવિરામ (સીઝફાયર) માટે તૈયાર હતું અને સંઘર્ષ ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યું હતું. જોકે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હુમલા ચાલુ રાખવા પર ભાર મૂક્યો, જેના કારણે જંગ લાંબો ખેંચાયો.

તેમણે દાવો કર્યો કે યુદ્ધના 15મા દિવસ પછી અમેરિકાને પણ સમજાઈ ગયું હતું કે આ સંઘર્ષમાં જીતનો કોઈ રસ્તો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *