ઈરાની ન્યૂઝ ચેનલ હેક, લોકોને વિદ્રોહની અપીલ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો યુદ્ધ સાતમા દિવસે પહોંચી ગયો છે. ઈઝરાયલી હેકર્સે બુધવારે મોડી રાત્રે ઈરાનના સરકારી IRIB ટીવી સહિત અનેક ન્યૂઝ ચેનલોને હેક કરી હતી. આ દરમિયાન લોકોને બળવો કરવાની અપીલ કરવામાં આવી હતી. આ હેકર્સે 2022ના વિરોધ પ્રદર્શનોના વીડિયો ચલાવ્યા હતા, જેમાં મહિલાઓ પોતાના વાળ કાપી રહી છે.

હકીકતમાં, 2022માં, મહસા અમીની નામની ઈરાની મહિલાનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. મહસાને ખોટી રીતે હિજાબ પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાના આયોજનને મંજૂરી આપી દીધી છે. હવે ફક્ત ટ્રમ્પના અંતિમ આદેશની રાહ જોવાઈ રહી છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, હુમલાનો આદેશ આપતા પહેલા, તેઓ જોવા માંગે છે કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને છોડી દે છે કે નહીં.

છેલ્લા 6 દિવસમાં, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈઝરાયલના 24 લોકો માર્યા ગયા છે. તે જ સમયે, વોશિંગ્ટન સ્થિત માનવાધિકાર જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં મૃત્યુઆંક હવે 585 પર પહોંચી ગયો છે અને 1,326 લોકો ઘાયલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *