ઈરાની ટીમ અમેરિકામાં ફૂટબોલ વર્લ્ડ કપ રમશે

ઈરાનની ફૂટબોલ ટીમ અમેરિકા જઈને વર્લ્ડકપમાં ભાગ લેશે. FIFAના અધ્યક્ષ જિયાની ઇન્ફૅન્ટિનોએ તેની પુષ્ટિ કરી છે. ઇન્ફૅન્ટિનોએ જણાવ્યું કે તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખાતરી આપી છે કે ઈરાનની નેશનલ ટીમને 2026 ફૂટબોલ વર્લ્ડ કપ રમવા અમેરિકા આવવા દેવામાં આવશે.

આ વખતે FIFA વર્લ્ડ કપ 11 જૂનથી 19 જુલાઈ સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોની સંયુક્ત યજમાનીમાં યોજાઈ રહ્યો છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈરાન પર ટ્રાવેલ અને વિઝા પ્રતિબંધ પછી ટીમની ભાગીદારી અંગે સવાલો ઉઠી રહ્યા હતા.

2026 વર્લ્ડ કપમાં ઈરાનની ગ્રુપ મેચ નક્કી થઈ ગઈ છે. ટીમ 15 જૂને કેલિફોર્નિયાના ઇંગલવુડમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. 21 જૂને બેલ્જિયમ અને 26 જૂને સિએટલમાં ઇજિપ્ત સામે મુકાબલો થશે. ઈરાનને ગ્રુપ Gમાં બેલ્જિયમ, ઇજિપ્ત અને ન્યૂઝીલેન્ડ સાથે રાખવામાં આવ્યું છે.

ઈરાની ફૂટબોલ પ્રેસિડેન્ટે કહ્યું હતું કે- અમારે વર્લ્ડ કપ રમવું મુશ્કેલ છે 9 દિવસ પહેલા ઈરાની ફૂટબોલ ફેડરેશનના પ્રેસિડેન્ટ મેહદી તાજે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિઓમાં નેશનલ ટીમનું અમેરિકા જઈને ફૂટબોલ રમવું અત્યંત મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે- ‘આ હુમલા પછી અમારી પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે અમે આશા અને ઉત્સાહ સાથે વર્લ્ડ કપ તરફ જોઈએ.’ એટલું જ નહીં, ટ્રમ્પ સરકારે ઈરાની ચાહકોને દેશમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *