ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો 10મો દિવસ છે. અમેરિકા પણ આ યુદ્ધમાં જોડાયું છે. અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને ઇઝરાયલના 14 શહેરો પર મિસાઇલ હુમલો કર્યો છે.
ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ઇરાનની મિસાઇલો હાઇફા અને તેલ અવીવમાં લશ્કરી અને રહેણાંક વિસ્તારો પર પડી છે. હુમલામાં ઘણી ઇમારતો નાશ પામી છે. બચાવ ટીમોએ બાળકો, મહિલાઓ અને ઘણા પાલતુ પશુઓને સ્થળ પરથી બચાવ્યા છે. ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 23 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.