પાકિસ્તાનનાં પૂર્વ CM ઈમરાનખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસાની આગ સળગી છે. ઈસ્લામાબાદથી અનેક વીડિયોને ફોટોઝ સામે આવી રહ્યાં છે જેમાં સમર્થકો અનેક સ્થળો પર આગ અને તોડફોડ કરતાં નજરે પડે છે. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પાકિસ્તાનમાં કલમ 144 લાગૂ કરી છે અને પોલીસે સ્પષ્ટપણે કહ્યું છે કે જે આ કલમનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
લાહોરનાં છાવણી વિસ્તારમાં એક સૈન્ય અધિકારીનાં આવાસમાં PTIનાં સમર્થકો ઘુસ્યાં હોવાની માહિતી સામે આવી છે. સ્થાનીય પત્રકાર મુર્તજા અલી શાહે ટ્વીટ કરીને આ માહિતી આપતાં જણાવ્યું છે કે’PTIનાં સમર્થકો લાહોર કેંટમાં સૈન્ય અધિકારીનાં ઘરમાં ઘુસી ગયાં છે.’ તેમણે વીડિયો પણ શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો લાઠીની સાથે સરકારી આવાસમાં પ્રવેશ કરી રહ્યાં છે.