ઈન્સ્ટાગ્રામ ચેટિંગનો ખાર રાખી અજાણ્યા શખસોએ કર્યું સગીરનું અપહરણ

રાજકોટ નજીક ન્યારા ગામમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સંજયભાઈ ખેતરીયાનો 17 વર્ષીય પુત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કોઈ અજાણી છોકરી સાથે વાત કરતો હતો તે બાબતનો ખાર રાખી આરોપીઓએ તેને ગત તા.07.01.2026ના બપોરે મોરબી બાયપાસ રોડ પર માધવ હોટલ પાસે બોલાવ્યો હતો. માધવ હોટલ પાસે ચાર મોટરસાયકલ પર આવેલા 10 શખસોએ સગીરનો મોબાઈલ પડાવી લઈ તેમાં ફોટા જોઈ બોલાચાલી કરી હતી.

લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ સગીરને તેના ઘર પાસે મૂકી ગયા હતા ત્યારબાદ આરોપીઓએ તેને ઢીકાપાટુનો મારમારી બળજબરીથી મોટરસાયકલ પર બેસાડી તેનું અપહરણ કરી તેને એઈમ્સ હોસ્પિટલ રોડ અને ત્યાંથી જામનગર રોડ પર લઈ ગયા હતા ત્યાં એક શખસે છરી બતાવી પૈસાની માંગણી કરી હતી પરંતુ, તેની પાસે પૈસા ન હોવાથી તેનો સેમસંગ કંપનીનો મોબાઈલ બળજબરીથી પડાવી લીધો હતો. લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ સગીરને તેના ઘર પાસે મૂકી ગયા હતા અને ધમકી આપી હતી કે, જો આ બાબતે કોઈને વાત કરીશ તો તને જાનથી મારી નાખશું.

સગીરે ઘરે આવી ઘટનાની જાણ કરતાં તેને ઈજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ગાંધીગ્રામ પોલીસે તપાસ કર્યા બાદ આ મામલે સંજયભાઈની ફરિયાદ પરથી વિવેક અગ્રાવત, રોહિત, વરૂણ વાલ્મીકી, હિતેશ વાલ્મીકી, મનીષ વાલ્મીકી, આયુષ વાલ્મીકી, શુભમ સોલંકી ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *