ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-સપ્તાહના અંતિમ દિવસે મોટાપાયે વેચવાલી

વિશ્વમાં ફરી યુદ્વના અંત તરફી ડેવલપમેન્ટમાં ઈઝરાયેલની યુદ્વ અંત માટેની ડિલને હમાસે સ્વિકાર્યા બાદ ફરી ઈઝરાયેલે હમાસ આ વિરામને જોખમમાં મૂકી રહ્યાના આક્ષેપ છતાં ટ્રમ્પ હવે ચાઈનાને દુશ્મનને બદલે દોસ્ત બનવા તરફી મળી રહેલા સંકેતે વિશ્વનું અર્થતંત્ર ફરી રિકવરીના પંથે આગળ વધવાની અપેક્ષામાં તેમજ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાના સંકેત અને સારા કોર્પોરેટ પરિણામોએ સપ્તાહની શરૂઆતમાં આવેલી તેજી બાદ સપ્તાહના અંતિમ દિવસે મોટાપાયે વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત મોટાપાયે વેચવાલ રહેતાં અને લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વિશ્વાસની કટોકટી સાથે એશીયાના બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ વોલેટીલિટીના અંતે શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષાથી ઓછા આવતાં ત્યાં હવે પછી વ્યાજ દર ઘટવાની આશા વધતાં તેના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ થતા રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા મથાળેથી ઝડપી ઘટાડા તરફ રહ્યા હતા, જયારે હમાસ, ગાઝાના સંદર્ભમાં યુદ્ધ વિરામના પ્રશ્ને ઈઝરાઈલના વડાપ્રધાને શંકા બતાવતાં ત્યાંની કેબીનેટ યુદ્ધ વિરામના નિર્ણય પાછો ઠેલ્યાના અહેવાલે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *