ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રહેલી ઈન્ડિયા-A મહિલા ટીમને સતત ત્રીજી T20માં હારનો સામનો કરવો પડ્યો હતો. ઘરઆંગણે છેલ્લી મેચ 4 રનના નજીકના માર્જિનથી જીતીને શ્રેણી 3-0થી જીતી હતી. સિયાના જિંજરે 4 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા-A ટીમે શાનદાર શરૂઆત કરી રવિવારે ઓસ્ટ્રેલિયા-A એ મેકે ખાતે બેટિંગ કરવાનો નિર્ણય લીધો. એલિસા હીલીએ 27 અને તાહલિયા વિલ્સને 14 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. જોકે, બંને છઠ્ઠી અને સાતમી ઓવરમાં પેવેલિયન પરત ફર્યાં. કર્ટની વેબ આઠમી ઓવરમાં માત્ર 1 રન બનાવીને કેચ આઉટ થઈ.
ત્યારબાદ મેડલિન પેન્નાએ અનિકા લેરોયડ સાથે ઇનિંગની કમાન સંભાળી. લેરોયડ 22 રન બનાવીને અને કેપ્ટન નિકોલ ફાલ્ટમ 11 રન બનાવીને આઉટ થઈ ગઈ. તેમના પછી ટેસ ફ્લિન્ટોફ પણ ફક્ત 11 રન બનાવી શકી. પેન્નાએ 39 રનની ઇનિંગ રમી. અંતે, સિયાના જિંજરે 17 રન બનાવીને ટીમને 144 રન સુધી પહોંચાડી. ઈન્ડિયા-A તરફથી રાધા યાદવ અને પ્રેમા રાવતે 3-3 વિકેટ લીધી. સજીવન સજનાએ 1 વિકેટ લીધી. 1 બેટર રન આઉટ થઈ.