ઈજનેરીના વિદ્યાર્થીઓને NHAIમાં કમાણીની તક

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (NHAI) એ વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ બિછાવી છે. આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને દર મહિને રૂ.20,000નું આકર્ષક સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ વખતે NHAI એ તેનું માળખું વિસ્તાર્યું છે.

હવે આધુનિક ટેક્નોલોજીનો યુગ હોવાથી આઈટી, કમ્પ્યૂટર સાયન્સ, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિકલ અને ખાસ કરીને ડેટા સાયન્સ તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વિદ્યાર્થીઓને પણ તક આપવામાં આવશે. આ ઉપરાંત, બિન-તકનીકી ક્ષેત્રો જેવા કે મેનેજમેન્ટ (MBA), LLB, કોમર્સ સહિતના વિદ્યાર્થીઓ જોડાઈ શકશે.

અરજી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે. વિદ્યાર્થીઓએ NHAI ના સ્પેશિયલ ઈન્ટર્નશિપ પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જોકે, અહીં એક શરત છે: વિદ્યાર્થીની અરજી તેની કોલેજ કે યુનિવર્સિટી દ્વારા પોર્ટલ પર વેરિફાઈ થવી જોઈએ. સંસ્થાની મંજૂરી બાદ જ NHAI મેરિટના આધારે પ્રોજેક્ટની ફાળવણી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *