બી.એચ.ગારડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના આચાર્ય, પ્રોફેસર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ‘સિંગલ સીટ ઇલેક્ટ્રિક બાઈક’ તૈયાર કર્યું હતું જે ડિઝાઇનને ભારત સરકાર દ્વારા પેટન્ટ આપવામાં આવી છે. આ સિંગલ સીટ બાઈકની વિશેષતા એ છે કે તે ઓછું વજન અને વધુ કાર્યદક્ષતા ધરાવે છે. અને દ્વિચક્રીય વાહન ચલાવતા લોકો માટે વધુ અસરકારક આ બાઈક એક ઉત્તમ વિકલ્પ બની રહેશે તેવી આશા સેવવામાં આવી રહી છે. આ ઉપરાંત આ ઈલેક્ટ્રિક બાઈક ધ્વની પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અને પર્યાવરણના સંરક્ષણ માટે મહત્વનું સાબિત થશે.
વિશ્વના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગની અસરોનો સામનો કરી રહ્યા છે તેમાં પણ ભારતમાં વસ્તી કરતાં વાહનોની સંખ્યા વધારે છે ત્યારે આ પહેલ સરાહનીય છે.