ઇલોન મસ્ક દુનિયાનો સૌથી અમીર માણસ

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની કુલ સંપત્તિ 850 બિલિયન ડોલર (લગભગ 77 લાખ કરોડ રૂપિયા)નો આંકડો પાર કરી ગઈ છે. એક દિવસમાં તેમની નેટવર્થમાં 84 બિલિયન ડોલર (7 લાખ કરોડ રૂપિયા)નો વધારો થયો છે.

ફોર્બ્સ (Forbes) અનુસાર, મસ્ક હવે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મસ્કની સંપત્તિમાં આ વધારો તેમની રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સ (SpaceX) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ xAIના મર્જરને કારણે થયો છે.

માત્ર 4 મહિનામાં મસ્કની નેટવર્થ 70% વધી ગઈ છે. ઓક્ટોબર 2025માં તે 500 બિલિયન ડોલર પર પહોંચી હતી. હવે તેમની નેટવર્થ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળની GDP કરતાં વધુ છે. આ ભારતની ટોચની 40 સૌથી અમીર વ્યક્તિઓની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *