ઇલેક્ટ્રિક વાહનને પ્રાધાન્ય આપવા એમજી 5000 કરોડનું રોકાણ કરશે

બ્રિટિશ ઓટોમોબાઇલ બ્રાન્ડ એમજી મોટર ઇન્ડિયા તેના વ્યૂહાત્મક 5-વર્ષના બિઝનેસ રોડમેપની રજૂઆત કરી છે. ઇલેક્ટ્રિક વાહનોને વેગ આપવા અને મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્ય આપવા માટે રૂ.5,000 કરોડથી વધુનું રોકાણ કરવાનું અને 2028 સુધીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે 20,000 કર્મચારીઓનું કુલ શ્રમબળ ઉભું કરવાનો ટાર્ગેટ છે. આગામી 2-4 વર્ષમાં ભારતીય શેરહોલ્ડિંગ વધારવા સહિત શ્રેણી મારફતે 2028 સુધીમાં પોતાના ઓપરેશન્સમાં સ્થાનિક સોર્સિંગ અને મેન્યુફેક્ચરિંગ વધારવું જેવી યોજનાઓ છે. ગુજરાતમાં બીજા પ્લાન્ટ સાથે ઉત્પાદન ક્ષમતા વધારવા સાથે નવી પ્રોડક્ટ રજૂ કરવીનો સમાવેશ કરાયો છે. MG મોટર ઈન્ડિયાના સીઈઓ એમેરિટસ રાજીવ ચાબાએ ભારતના રોડમેપ પર વધુ ભાર મૂક્યો હતો.

EV પાર્ટ્સનું સ્થાનિક ઉત્પાદન વધારવા પર ફોકસભારતના મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ બનવાના મિશનમાં યોગદાન આપવા તેમજ તેને સમર્પિત રહેવા પર ભાર મુકતા MG મોટર ઇન્ડિયા હાઇડ્રોજન ફ્યુઅલ સેલ અને સેલ મેન્યુફેક્ચરિંગ સહિતની એડવાન્સ્ડ ક્લીન ટેક્નોલોજીસમાં રોકાણ કરશે તેમજ સંયુક્ત સાહસો અને થર્ડ-પાર્ટી મેન્યુફેક્ચરિંગ મારફતે EV પાર્ટ્સનું સ્થાનિક ઉત્પાદન વધારશે. સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે વધુ નજીકથી સંરેખિત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *