શહેરના કોઠારિયા રોડ રણુજા મંદિર પાસેની સોસાયટીમાં રહેતા ઇમિટેશનના વેપારીએ આર્થિક ભીંસના કારણે આપઘાત કરી લીધો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા રવિભાઇ જેન્તીલાલ પાલા(ઉ.વ.44)એ સવારે ઘરે પંખામાં લટકી ગળાફાંસો ખાઇ લેતાં 108ને જાણ થતાં તેના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના જે.કે.કુરિયા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર રવિભાઇ ઇમિટેશનનો વેપાર કરતા હતા. તે બે ભાઇ અને એક બહેનમાં બીજા હતા અને છૂટાછેડા થઇ ગયા હતાં. આર્થિક ભીંસના કારણે પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું.