રાજકોટની માસ્તર સોસાયટી ખાતે આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે તા.26મી જૂનથી તા.4 જુલાઇ સુધી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થશે. જેમાં વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. શિવ મહાપુરાણ કથાના વક્તાપદે શાસ્ત્રી નીતિનભાઇ આચાર્ય ભાવવાહી શૈલીમાં કથાનું રસપાન કરાવશે.
પોથીયાત્રા નટેશ્વર મહાદેવ મંદિર, કોઠારિયા કોલોની, 80 ફૂટ રોડથી નીકળશે જે વિવિધ વિસ્તારોમાં ફરશે. તા.26મીને ગુરુવારે કથાનું મહાત્મ્ય અને શિવ પ્રાગટ્ય કથા, શુક્રવારે સતી જન્મ કથા, શનિવારે પાર્વતી જન્મ કથાની ઉજવણી થશે જે બાદ રવિવારે ભાવભેર શિવ પાર્વતીના વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવશે.
જે બાદ કાર્તિક ભગવાનનું પ્રાગટ્ય, ગણેશ પ્રાગટ્ય, હનુમાનજી પ્રાગટ્યની કથા અને ત્યારબાદ 12 જ્યોતિર્લિંગની કથા પ્રસંગ ઉજવાશે. તા.4 જુલાઇના રોજ રુદ્રાક્ષ, ભસ્મ, બીલીપત્રના મહિમા સમજાવાશે અને તે બાદ કથા વિરામ પામશે. કથા પ્રારંભ દરરોજ બપોરે 3થી 7 દરમિયાન યોજાશે.