ઇટાલીમાં વર્ષે પડે તેના અડધા ભાગનો વરસાદ 36 કલાકમાં વરસ્યો

મંગળવારે ઇટાલીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર 8 લોકોના મોત થયા છે. તે જ સમયે, નાગરિક સુરક્ષા મંત્રી નેલો મુસુમેસીએ કહ્યું – એક વર્ષમાં પડેલા વરસાદમાંથી અડધો વરસાદ છેલ્લા 36 કલાકમાં થયો છે. ઇટાલીમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન 1000 મીમી વરસાદ પડે છે. ત્યાં 36 કલાકમાં 500 મીમી વરસાદ પડ્યો છે.

અધિકારીઓએ કહ્યું- એમિલિયા-રોમાગ્ના વિસ્તાર પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ફેઝા, સેસેના અને ફોરલી એમ ત્રણ શહેરોના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા. અનેક મકાનોને નુકસાન થયું છે. હજારો લોકો બેઘર બન્યા છે. કેટલાક લોકો ઘરોમાં પણ ફસાયેલા છે.

સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં પૂરના કારણે થયેલી તબાહી અને મદદની રાહ જોઈ રહેલા લોકો જોઈ શકાય છે. તે જ સમયે, એક વીડિયોમાં, કોસ્ટ ગાર્ડ લોકોને એરલિફ્ટ કરતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *