ઇઝરાયલ-હમાસ યુદ્ધથી ભારે ઊથલપાથલ

ઇઝરાયલ-હમાસ યુદ્ધથી આરબ દેશોમાં ઊથલ-પાથલ મચી ગઇ છે. આ ઊથલપાથલના કારણે અમેરિકાનો બિઝનેસ કોરિડોર પ્રોજેક્ટ શરૂ થતાં પહેલાં જ અટકી ગયો છે. અમેરિકાએ અરબ રેલવેના માધ્યમથી ભારત અને યુરોપને નવા બિઝનેસ કોરિડોર સાથે જોડવા માટેની યોજના બનાવી હતી. આ યોજના હેઠળ 4828 કિમીનો આ માર્ગ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (આઇએમઇસી) બનનાર છે.

ગયા વર્ષે આ યોજનાને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું હતું કે આ ક્રાન્તિકારી સાબિત થશે કારણ કે આના મારફતે આરબ દેશોના રેલવે રૂટથી ભારત અને યુરોપ સીધી રીતે નવા બિઝનેસ માર્ગ સાથે જોડાઇ જશે. આરબ દેશોમાં નવી રેલવે લિન્કની યોજના હતી. પરંતુ ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ ગઇ. રેજ સી માં હુથી બળવાખોરો અને આતંકી સંગઠન હિઝબુલ્લાના હુમલાથી સમગ્ર ક્ષેત્રમાં અશાંતિ ફેલાઇ ગઇ હતી.

આના કારણે આઇએમઇસી પ્રોજેક્ટ પર ખતરો થઇ ગયો છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે મધ્ય-પૂર્વમાં હિંસા ફેલાઇ જવાથી આઇએમઇસી પર ચર્ચાથી ધ્યાન અન્યત્ર જતું રહ્યું છે. અલબત્ત અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ મંગળવારે પ્રોજેક્ટના સંબંધમાં કહ્યું હતું કે પ્રાથમિક કામગીરી હાથ ધરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

પ્રોજેક્ટ ગરીબ દેશોની જરૂરિયાત માટે મહત્ત્વપૂર્ણ
ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમિરાત, યુરોપિયન સંઘ, ઇટાલી, ફ્રાન્સ અને જર્મની. ગરીબ, મધ્યમ આવકવાળા દેશોના વિશાળ મૂળભૂત માળખાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પણ ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *