ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 65 કલાકથી લડાઈ ચાલી રહી છે. ઈઝરાયલે આજે ફરી પશ્ચિમ ઈરાનમાં મિસાઈલ બેઝ પર હવાઈ હુમલો કર્યો. બંને દેશો સતત એકબીજાની રાજધાનીને નિશાન બનાવી રહ્યા છે.
ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 140થી વધુ ઇરાનીઓ માર્યા ગયા છે, જેમાં 14 પરમાણુ વૈજ્ઞાનિકો અને અનેક લશ્કરી કમાન્ડરોનો સમાવેશ થાય છે. જ્યારે 350થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયલે તેહરાન અને બુશેહરમાં અનેક ઇરાની પરમાણુ અને લશ્કરી ઠેકાણા તેમજ તેલ ડેપો અને ગેસ રિફાઇનરીઓ પર પણ હુમલો કર્યો છે.
તે જ સમયે, ઈરાને ઈઝરાયલ પર સેંકડો મિસાઈલો પણ છોડી હતી. આમાંથી ઘણી મિસાઈલો અલગ અલગ શહેરોમાં પડી હતી, જેમાં 14 ઈઝરાયલીઓ માર્યા ગયા હતા અને 380 ઘાયલ થયા હતા. ઈરાનનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં 44 ઈઝરાયલી ડ્રોન અને ક્વોડકોપ્ટરને તોડી પાડ્યા છે.