આર.ટી.ઓ. દ્વારા હેવી વ્હીકલ્સ માટે નવી જી.જે.03 બી.ઝેડ., 03 સી.યુ. સિરીઝનું રી-ઓક્શન કરાશે પ્

રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા હેવી ગુડ્સ વ્હીકલ્સ, ટ્રાન્સપોર્ટ વાહનો માટે જી.જે.03 બી.ઝેડ તથા જી.જે.03 સી.યુ. સિરીઝની રી-ઓક્શનની પ્રક્રિયા બીજી જુલાઈથી શરૂ કરવામાં આવશે. આર.ટી.ઓ.ની યાદીમાં જણાવાયું છે કે, આ સિરીઝ માટે ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનચાલકો તેમના વાહનોનું parivahan.gov.in/fancy પર ઓનઆઈન રજિસ્ટ્રેશન કરીને રી-ઓક્શનમાં ભાગ લઈ શકશે.

નવી સિરીઝના ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.2 થી 6 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ તા.6થી 8 જુલાઈની સાંજે 4 કલાક સુધીમાં ઓનલાઈન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તા.9 જુલાઈના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનોનું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે.વાહન વેચાણ તારીખથી સાત દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલું હોવું ફરજિયાત છે. સમયમર્યાદા બહારની અરજી ધ્યાને લેવાશે નહીં તેમ યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *