આર્મીના હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ

સુરતના માંડવી ખાતે આવેલા ગ્રાઉન્ડમાં ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરના પાછળના ભાગના રોટરમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જો કે, હેલિકોપ્ટરમાં સવાર પાયલોટ સહિત 5 જવાનોનો આબાદ બચાવ થયો હતો. જો કે સાંજ પડી જતા હેલિકોપ્ટરમાં સર્જાયેલી ખામી ફરી કાર્યરત કરવામાં કલાકોનો સમય લાગે તેમ છે. તેવુ પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળ્યું છે.

હેલિકોપ્ટરમાં ટેક્નિક ખામી સર્જાઈ
સુરત જિલ્લાના માંડવી ખાતે ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. માંડવીના સઠવાવ ગ્રાઉન્ડ ખાતે હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કોઈ કારણસર હેલિકોપ્ટરમાં ટેક્નિક ખામી સર્જાઈ હતી. તેને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

ઇન્ડિયા સાઉથ સદનથી ઉડાન ભરી હતી
ઇન્ડિયન આર્મીનું આ હેલિકોપ્ટર નાસિક પુના ઇન્ડિયા સાઉથ સદન ખાતેથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર નાસિકથી જોધપુર જઈ રહ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. નાસિકથી જોધપુર જતા સમયે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ત્યારે પાયલોટ દ્વારા ઈમરજન્સી લેન્ડિંગ માટે કન્ટ્રોલમાં મદદ માંગવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *