આરોપી રાજ્યનો મુખ્ય સપ્લાયર નીકળ્યો, રાજકોટ-જૂનાગઢ-સોમનાથ સહિતની જગ્યાઓ પર આરોપી વિરુદ્ધ 12 ગુના નોંધાયા

રાજ્યભરમાં હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના સપ્લાયરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે. મંગળા રોડ પર સરાજાહેર ફાયરિંગના બનાવની તપાસ કરતા એસઓજી હથિયાર સપ્લાય નેટવર્કની મુખ્ય કડી સુધી પહોંચી હતી અને સપ્લાયરનું નામ ખુલતા જ એસઓજીની ટીમ એમપી ખાતે દોડી ગઈ હતી અને હથિયારના સપ્લાયરને ઉઠાવી રાજકોટ લાવવા તજવીજ હાથ ધરી હતી. ગત તા.29 ની રાતે જંગલેશ્વરમાં રહેતી કુખ્યાત રમા સંધીનો પતિ જાવીદ જુણેજાને ફેફસાની બીમારીથી પીડિત હોય જેથી તેમને મંગળા મેઈન રોડ પર આવેલ પ્રગતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.

મોડી રાત્રીના 3 વાગ્યાની આસપાસ રમા સંધીની ત્રણ પુત્રી તેમના પુત્રો સાથે હોસ્પિટલ બહાર બેઠી હતી ત્યારે એક બાઈક અને એક કારમાં પેંડા ગેંગના મેટિયો ઝાલા, ભયલું ગઢવી સહિત ચાર શખ્સો ઘસી આવ્યાં હતાં અને ધડાધડ ફાયરીંગ કરી દિધું હતી. જ્યારે સામા પક્ષે પણ સંજય ઉર્ફે સંજલો અને સમીર ઉર્ફે મુર્ગો સહિતની ટોળકીએ ફાયરીંગ કર્યા હતા. જે મામલે પેંડા ગેંગના 17 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક એકટ હેઠળ આકરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમીયાન પકડાયેલ હથિયારના સપ્લાયર રાજેશસિંગ ઉર્ફે રાજા વિરુદ્ધ રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ સહીત રાજ્યભરમાં હથિયારધારાના 12 ગુના નોંધાઈ ચુક્યાનું એસઓજીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત રાજા વિરુદ્ધ એમપીમાં પણ હથિયાર, મારામારી સહીતના 3 ગુના નોંધાઈ ચુક્યા છે.

13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં મોનાર ચીહલાને પાંચ વર્ષની સખત કેદ અને રૂપિયા 50 હજારનો દંડ 13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં મોનાર રાણાભાઇ ચીહલાને રાજકોટની કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે રૂ.50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. રાજકોટ એસ.ઓ.જી.ટીમને ખાનગી બાતમી મળી હતી કે તા.24/09/2023 ના એક શખ્સ બહારથી માદક પદાર્થ મંગાવી વેચાણ કરવા આવી રહ્યો છે જે શખ્સ 150 ફુટ રીંગ રોડ પર કારમાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે કારમાં આવી રહેલા મોનારને પકડી તેની પાસેથી 12.86 ગ્રામનો માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. જે અંગેનો કોર્ટ કેસ ચાલી જતા 16 દસ્તાવેજી પુરાવા તથા 6 સાહેદો તપાસ્યા બાદ આરોપીને કોર્ટે 5 વર્ષની સખત કેદ અને રૂ.50,000 ના દંડની સજા ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *