આરોપીએ બાળકીને ઘરે પણ શારીરિક અડપલાં કર્યા, પાંચ દિવસમાં બાળકીને બે વખત હેરાન કરી

રાજકોટ શહેરમાં રહેતી અને ધોરણ-6માં અભ્યાસ કરતી બાળકી સાથે દાદાની ઉંમરના 82 વર્ષના વિકૃત વૃદ્ધે મવડી ચોક ઓવરબ્રિજ નીચે જાહેરમાં શારીરિક અડપલાં કરતો હોવાનો વીડિયો વાઈરલ થતા તાત્કાલિક અસરથી પોલીસે બાળકીના પરિવા અને વૃદ્ધને શોધી બાળકીના પિતાની ફરિયાદ પરથી BNS કલમ-75 અને પોક્સો એક્ટની કલમ-8 મુજબ ગુનો નોંધી આરોપી વિરમભાઇ બરારીયા (ઉ.વ.82)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં આરોપી વૃદ્ધ દ્વારા અગાઉ પણ બાળકી સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર ACP બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં જાહેર રસ્તા પર પૌત્રીની ઉંમરની કિશોરી સાથે એક વૃદ્ધ શારીરિક અડપલાં કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયોની તપાસ કરતા તે 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોક નજીક ઓવરબ્રિજ નીચેનો હોવાનું સામે આવ્યું હતું. તેમાં દેખાતા વૃદ્ધ અને બાળકી અંગે તપાસ શરૂ કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ વિકૃત માનસિકતા ધરાવતા 82 વર્ષીય વૃદ્ધને હસ્તગત કરી પૂછપરછ કરતા પોતે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની લાભદીપ સોસાયટીમાં રહેતા વિરમભાઇ બરારીયા (ઉ.વ.82) હોવાનું સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *