ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે, જેના કારણે દુબઈ, અબુધાબી સહીત અનેક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સ્થગિત કરવાની ફરજ પડી છે. દુબઈ ફરવા ગયેલા અનેક ગુજરાતી પરિવારો આજે પણ ડરના માહોલ વચ્ચે માંડ માંડ દિવસો પસાર કરી રહ્યા છે અને પરત ભારત આવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.
આ સમયે આજે 6 માર્ચે દુબઈથી પરત આવેલ રાજકોટના યુવાને જણાવ્યું હતું કે, ત્યાં સ્થિતિ હજુ પણ ખરાબ છે ગઈકાલે રાત્રે પણ ત્યાં ડ્રોન હુમલા ચાલુ હતાં, લોકો ભયના માહોલમાં દિવસો પસાર કરી રહ્યા છે સરકાર સપોર્ટ કરે છે. પરંતુ પૂરતી ફ્લાઇટ ઉડાન ભરી શક્તિ નથી, જે ચાર્ટર ફ્લાઇટ ચાલુ છે તેના ભાડા ત્રણ ગણા વધી ગયા છે જે દરેકને પરવડે તે જરૂરી નથી.
‘બોર્ડર પર યુદ્ધ હોય તેવી હાલત આબુધાબી એરપોર્ટ પર અમે જોઈ હતી’ કૌશલ બાટવીયાએ જણાવ્યું હતું કે, હું એક ટ્રાવેલ એજન્ટ છું. હું અને મારી સાથે મારા પરિવારના 10 લોકો 27 ફેબ્રુઆરીના રોજ દુબઇ ફરવા માટે ગયાં હતાં અને આજે 6 માર્ચના રોજ અમે પરત રાજકોટ આવી ગયાં છીએ.