રાજકોટના આણંદપર બાઘી ગામે રહેતા 42 વર્ષીય જશુબેન ફાંગલિયા આજે કોઈ કારણોસર પોતાના ઘરે ચક્કર ખાઈને પડી ગયા હતા. જેને લઈ તેમને તાત્કાલિક રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હતા. દરમિયાન રસ્તામાં તેઓ બેભાન થઈ જતા તેમને બેભાન થયેલી હાલતમાં રાજકોટની એઇમ્સ હોસ્પિટલ ખાતેનાં ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર રહેલા ડો. મિથુન દ્વારા મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકને 2 મહિનાની પ્રેગનેન્સી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.