કોટડાસાંગાણી તાલુકાના આણંદપર અને નોંઘણચોરા બંને ગામોમા ગ્રામપંચાયતની ચુટણીનું પરીણામ વિજેતા સરપંચ તરીકે જાહેર કરવામાં આવેલ
જેમા તા.25ના બુધવારે વહેલી સવારે વહિવટી તંત્ર અને દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવેલ હતી. આણંદપરના જાગૃતિબેન મનસુખભાઈ સદાદીયાને સરપંચ વિજેતા જાહેર કરવામાં આવેલ અને નોધણચોરાના કુલદીપસિંહ ભુપતસિંહ ડાભીને સરપંચ વિજેતા જાહેર કરાયા હતા.
તાલુકાના રામોદ,રામપરા,અનિડાવાછરાના ગામો પેટા ચુંટણીમાં બિનહરીફ થયેલ હતી તેમજ નવી ખોખરી,જુની ખોખરીમાં સરપંચ અને સભ્ય સામાન્ય ચુંટણીમાં બિનહરીફ થયેલ હતી. આણંદપર અને નોધણચોરા બંને ગામોમા રવિવારના રોજ મતદાન કરવામાં આવેલ હતુ.
આણંદપર કુલ મતદારન ૫૧૬ મત પડેલ જેમાં સરપંચ જાગૃતિબેન મનસુખભાઈ સદાદીયાને ૩૪૧ મત મળેલ અને તેના હરીફ ઉમેદવારને હંસા બેન દેવરાજ ભાઈ સરવૈયાને કુલ મત ૧૪૯ મળેલ હતા અને આણંદપર ગ્રામપંચાયતના સરપંચ તરીકે જાગૃતિબેન મનસુખભાઈ સદાદીયાને વિજેતા જાહેર કરવામાં આવેલ.
નોધણચોરામાં કુલ મત ૫૨૬ પડેલ જેમાં કુલદીપસિંહ ભુપતસિંહ ડાભી ને ૪૪૩ મળેલ હતા અને તેમના હરીફ ઉમેદવાર લાલજીભાઈ હીરાભાઇ મકવાણા ને ફૂલ ૪૯ મત મળેલ હતા અને લાલજી ભાઈ હીરાભાઇ મકવાણાની ડિપોઝિટ ગુમાવવાનો વારો આવેલ અને આણંદપર સરપંચ તરીકે જાગૃતિબેન મનસુખભાઈ સદાદીયાને વિજેતા જાહેર કરાયા હતા.