આટકોટ ભાવનગર હાઇવે પર રીક્ષા અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આ સપાસમાંથી લોકો દોડી ગયા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા તજવીજ શરૂ કરી હતી. જો કે કારની એ રબેગ ખુલી જતાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે.
આ ટકોટ પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે તો બીજી તરફ આટકોટ ચોકડી પાસે ખડકાયેલા બમ્પ પર રેડિયમ પટ્ટા ન હોવાથી અકસ્માતો વધવા લાગ્યા હોવાથી બમ્પ પર રેડિયમના પટ્ટા લગાવવા વાહનચાલકોએ માગણી કરી છે કે જેથી દુરથી બમ્પ દેખાય અને અકસ્માત થતાં અટકે.