આટકોટના જૂના બસ સ્ટેન્ડ પાછળની શેરીમાંથી આશરે એક વર્ષ પૂર્વ મોટરસાયકલની ચોરી થઈ હતી. આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ-303(2) મુજબ ગુનો નોંધાયો હતો.
આ વણશોધાયેલ ગુનાને ઉકેલવા માટે LCB ની ટીમ કાર્યરત હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ જ્યારે જસદણ ડિવિઝનમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે પો. હેડ કોન્સ. શિવરાજભાઇ ખાચર અને વિજયભાઇ ખડીયાને ચોક્કસ બાતમી મળી હતી.
આ બાતમીના આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ શખ્સને અટકાવી તપાસ કરતા ચોરીનું મોટરસાયકલ મળી આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી રૂ. 30,000 ની કિંમતનું GJ-03-DB-5086 નંબરનું મોટરસાયકલ કબ્જે કર્યું હતું અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને આટકોટ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ સફળ કામગીરીમાં LCB રાજકોટ ગ્રામ્યના PI વી.વી. ઓડેદરા, PSI એચ.સી. ગોહીલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા ASI બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા અને સમગ્ર LCB સ્ટાફ જોડાયેલ હતો.