રાજકોટ ભાવનગર હાઈવે પર ખાડાને કારણે રસ્તો ધૂળિયો બની જવા પામ્યો છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકોની માઠી બેઠી છે. સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
ઠેરઠેર પથ્થર ઉડી રહ્યા છે અને સતત પ્રદૂષિત વાતાવરણ થઈ રહ્યું છે. છતાંય તંત્ર દ્વારા અહીં ડામર પાથરી દેવામાં આવતો નથી હાલ રાજકોટ સુધી ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેને રીપેરીંગ કરવામાં આવતાં નથી.
જેમાં વીરનગર થી આટકોટ પાંચ કીલોમીટર સુધી તો મગર નાં પીઠ પરથી પસાર થતા હોય તેવો ઘાટ ઘડાયો છે. હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
લોકો હવે આંદોલનનાં મૂડમાં છે. જો થોડા દિવસમાં આ રોડ લેવલીંગ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન થાય તો નક્કી નહિ. આટકોટ શીવ વિહાર હોટલ પાસે પણ મસ મોટા ખાડા પડી ગયા છે અહી પણ ડામર પાથરી દેવો જોઈએ તેવી લોકોની માગણી છે.