આટકોટ પંચાયતની ચૂંટણીમાં ખોખરિયા 1120 મતથી વિજયી

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાનાભાઇ ખોખરીયા 1120 મતોથી વિજયી બન્યા છે. આટકોટ ગ્રામ પંચાયતની ચૂંટણી ભારે રસાકસીભરી બની હતી જેમાં પાંચ સરપંચ અને 36 સભ્યએ ચુંટણી લડી હતી જેમાં મતદાન પણ 63% થયું હતું મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાત્રે 10 વાગ્યે મત ગણતરી પૂરી થઈ હતી એમાં કાના ખોખરિયાને 2273 મત મળ્યા હતા અને સુરેશભાઇને 1553 મત મળ્યા હતા. આ બે પેનલ વચ્ચે જ ટક્કર હતી તેમાં કાનાભાઇની પેનલનાં સભ્ય વિજયી બન્યા હતા. ગામમાં ચોકડીએ સરદાર વલ્લભભાઈ પટેલને હાર પહેરાવીને વિજય સરઘસ ગામના માર્ગો પર નિકળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *