આટકોટ- ગોંડલ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ

આટકોટ ગોંડલ રોડ ઉપરથી રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમે દારૂની બોટલો ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી 3.10 લાખ કિંમતનો 888 બોટલ બોટલ દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. દારૂના આ જથ્થા સાથે રાજસ્થાનના સાંચોરમાં રહેતા બે શખ્સને પોલીસે ઝડપી લીધા હતા પોલીસે દારૂ આ જથ્થો કાર અને મોબાઈલ સહિત23.45 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બંને શખ્સની પુછપરછ કરતાં સાંચોરથી માલ ભરી અમરેલી તરફ જતા હોવાનું માલુમ પડ્યું છે. ત્યાં પહોંચીને માલ કોને આપવાનો હતો તે અંગે ઇન્ટરનેટ કોલ પર સૂચના મળવાની હોવાનું તેમણે જણાવ્યું હતું. ગ્રામ્ય એલસીબીના વી વી ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ ડી.જી બડવા, એ સી ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે આટકોટ ગોંડલ રોડ પરથી દારૂ ભરેલી એક કાર પસાર થનાર છેે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી અને એ શંકાસ્પદ કાર પસાર થતાં તેને અટકાવાઇ હતી જેમાંથી પોલીસે રૂ. 3. 10 લાખના કિંમતનો 888 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂના જથ્થા સાથે નરેશકુમાર પહાડજી પુરોહિત અને ગુલાબખા અનવર ભાઈ રહે. બંને સંચોર રાજસ્થાનને ઝડપી લીધા હતા તેમજ કાર અને ત્રણ મોબાઈલ સહિત 23.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *