આટકોટમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી

જસદણ જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ એસ.ટી. બસ સ્ટેશન સામેથી વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ખીચોખીચ ભરીને લઈ જતા એક માલવાહક ટેમ્પાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ વીડિયોમાં વિદ્યાર્થીઓ માલવાહક ટેમ્પાની બહાર પણ લટકતા સ્પષ્ટપણે જોવા મળે છે, જે તેમની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કરે છે.

આ વિદ્યાર્થીઓ કોઈ ખાનગી શાળાના હોવાનું માનવામાં આવે છે. આ પ્રકારે જોખમી રીતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવતા વાહનચાલકો અને જવાબદાર શાળા સંચાલકો તથા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જો આ પ્રકારે કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ક્ષમતા કરતા અનેકગણા વધુ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ તો વાહનની બહાર લટકી રહ્યા હતા, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે તેમ છે. એક જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો, જેના પગલે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *