આટકોટમાં નવું બનાવવામાં આવેલું પીએચસી લોકાર્પણની રાહ જોઇ જોઇને જૂનું ન થઇ જાય તો નવાઇ! કેમકે બે વર્ષથી નવા જ બનેલા પીએચસીને તાળા લટકી રહ્યા છે
. હાલના સંજોગોમાં દર્દીઓને નાછૂટકે એક કિમી દુર આવેલા પીએચસીએ ધક્કો ખાવો પડી રહ્યો છે. અાથી જલદી આ પીએચસીનું લોકાર્પણ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. આટકોટના કૈલાસનગર વિસ્તારોમાં નવા જ બનાવવામાં આવેલા પીએચસીને બે વર્ષ થયા છતાં લોકાર્પણનું મુહૂર્ત હજુ આવ્યું નથી.
લોકો હવે તો રાહ જોઇ જોઇને પણ થાકયા છે. પીએચસી બે વર્ષ થયાં છતાં તેનું હજું મુહર્ત આવ્યું નહીં લોકો ને સારી સુવિધા કયારે ઉપલબ્ધ થશે તેની રાહ જોઈ રહ્યા છે હાલમાં એક કીલોમીટર દુર આવેલ છે અને એ જગ્યા પણ ટૂંકી છે. સરકાર દ્વારા નવું પીએચસી બનાવામાં આવ્યું છે, પરંતુ તેને ખુલ્લું મુકવાનું ખાતમુહૂર્ત હજુ આવતું નથી.
થોડા દીવસે કામગીરી થતી હોય છે પહેલાં લાઈટ અને ફર્નિચર બાકી હતું, ત્યારબાદ પીએચસી ફરતી દીવાલ બાકી હતી તે પણ થઇ જવા પામી છે. અહીં પીએમ કરી શકાય તેવી સુવિધા પણ બનાવવામાં આવી છે પરંતુ જોવાનું એ રહે છે કે અહીં એ કામ થાય છે કે કેમ તે પણ મોટો સવાલ છે.