આટકોટમાં ગટરના પાણીનો ભરાવો થતાં રોગચાળાની ભીતિ

આટકોટ આટકોટમાં ભાદર નદીના કોઝવે પાસે નર્મદાની લાઇન નાખ્યા પછી સરખું લેવલિંગ કરવાનું તો દુર, રસ્તાની મરામત તો ન કરાઇ, સાથે ગટરની લાઇન જે તૂટી જવા પામી હતી તેને રિપેર ન કરાતાં દુષિત પાણી છલકાઇને રોડ પર ફેલાઇ જતા હોવાથી લોકોને પસાર થવું મુશ્કેલ બની ગયું છે, રોગચાળાની ભીતિ સર્જાઇ છે. બીજી તરફ અહીંથી જ અંબાજી મંદિરે જવાનો માર્ગ હોઇ દર્શનાર્થીઓની લાગણી પણ કચવાઇ રહી હોવાથી સંબંધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. આટકોટમાં ભાદર નદીના કોઝવે પાસે નર્મદાની લાઈન નાખ્યા પછી રીપેરીંગ ન કરાતાં ગટરનાં પાણી ભરાઇ જતાં રસ્તે ચાલતાં રાહદારીઓને પરેશાનીસ ભોગવવી પડી રહી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોને ચાલવું મુશ્કેલ પડી રહ્યું છે. આ રસ્તો સીધો અંબાજી મંદિર તરફ જતો હોય ત્યારે રસ્તામાં આ ગટરોના પાણી ભરાયા છે. થોડા દિવસ પહેલા જ આ રસ્તા પર નર્મદાને લાઇન નાખવામાં આવી હતી અને જેની કામગીરી કરી હતી પણ અહીં સરખી કામગીરી ન થવાથી ગટરના પાણી ભરાઈ જતાં હાલત કફોડી બની રહી છે અને અધુરામાં પુરું આ રસ્તાનો ઉપયોગ વિદ્યાર્થીઓ મહત્તમ કરી રહ્યા છે ત્યારે લોકોના હિત ખાતર આ સમસ્યા ઉકેલવા અને ગટરની મરામત કરાવીને રસ્તો ચાલવા યોગ્ય બનાવવા માગણી કરવામાં આવી છે. જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે જ કોન્ટ્રાક્ટરને કહેવામાં પણ આવ્યું હતું કે રસ્તો સારો કરવામાં આવે પરંતુ એ વખતે પણ કોઇએ ધ્યાન આપ્યું ન હોવાથી લોકોમાં ભારે રોષ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *