ધુળેટી ફાગણ સુદ પૂનમને સોમવારે તારીખ 25 માર્ચના દિવસે છે. તા.13 માર્ચને બુધવારે લગ્નનું છેલ્લું મુહૂર્ત છે ત્યારબાદ 14 માર્ચને ગુરુવારથી મિનારક કમુરતાં શરૂ થશે. 16 માર્ચને શનિવારે રાત્રેથી હોળાષ્ટક શરૂ થશે. ગુરુવારે બપોરે 12.37થી સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે આથી મિનારક કમુરતાંની શરૂ થશે જે 13 એપ્રિલને શનિવારે રાત્રે 9.07 કલાકે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે અને મિનારક કમુરતાં પૂર્ણ થશે. ત્યારબાદ એપ્રિલમાં તા. 18,21,26, 28 ચાર લગ્નના મુહૂર્ત છે.
શુક્રનો અસ્ત તા.1 મેથી 29 સપ્ટેમ્બર અને ગુરુ ગ્રહનો અસ્ત તા. 07 મેથી 02 જૂન સુધી છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, જ્યોતિષના નિયમ પ્રમાણે ગુરુ તથા શુક્ર ગ્રહના અસ્તમાં લગ્નો થઈ શકતા નથી. આથી મે મહિનામાં લગ્નનું એકપણ મુહૂર્ત નથી. જ્યારે જુનમાં તા.29,30, જુલાઈમાં તા.9,11,12,13,14,15 સુધી લગ્નના શુભ મુહૂર્તો છે. તા.17 જુલાઈના દિવસે દેવપોઢી એકાદશી છે. આ દિવસે દેવતાઓ પોઢી જતા હોવાથી ત્યારબાદ લગ્નો થઈ શકતા નથી.