બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ મહંત સ્વામી મહારાજ આજે રાજકોટમાં પધરામણી કરશે.10 જુલાઈ સુધી તેઓ અહીં જ રોકાણ કરશે.રાજકોટમાં 26 દિવસ સુધી વિશિષ્ટ સત્સંગ લાભનું આયોજન કરાયું છે. સવારે 11.00 કલાકે હરિભક્તો આગમનના વધામણા કરશે. ત્રણ વર્ષ પછી મહંત સ્વામી મહારાજ રાજકોટમાં આવતા હોય હરિભક્તોમાં ખુશીની લાગણી છવાઇ છે.16 જૂન, રવિવારથી સવારે 6.00થી 8.00 કલાક સુધી મહંત સ્વામી મહારાજના પ્રાત:પૂજા અને દર્શનનો લાભ પ્રાપ્ત થશે.
સત્સંગ લાભ દરમિયાન વિવેક સાગર સ્વામી સ્વામિનારાયણ સાધનાના સોપાનો વિષયક પ્રાત:કથા- વાર્તાનો લાભ આપશે. સત્સંગ કાર્યક્રમમાં સવારે 6.00થી 8.00 અને સાંજે 5.30થી 8.00 સુધી મહંત સ્વામીના દર્શન અને આશીર્વચનનો લાભ મળશે. રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતી મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે.