રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં 2 દિવસના ધીમા વરસાદમાં પાણીની સામાન્ય આવક થઇ છે છતાં ડેમ હવે ઓવરફલો થવામાં માત્ર સવા ફુટ બાકી છે. જેથી સ્થળ પર સિંચાઇ વિભાગ અને મનપાએ તકેદારીના વધુ પગલા લીધા છે. સેલ્ફી પોઇન્ટ પણ લોક કરી દેવાયો છે.આજી ડેમ ઓવરફલો થવાની તૈયારી અંતર્ગત સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાતા કોર્પોરેશને સુરક્ષા વધારી છે. ગઇકાલે રવિવારે આજી ડેમના ફરવાના સ્થળે શહેરીજનો ઉમટયા હતા. છલોછલ નજીક પહોંચેલા ડેમની જળરાશી જોવા ભીડ ઉમટી હતી તો શનિવારે રાત્રે ધીમી આવક શરૂ થતા મનપા ફાયર બ્રિગેડે નદી કાંઠા હેઠળના જંગલેશ્વર , ચુનારાવાડ સહિતના વિસ્તારોમાં માઇક મારફત લોકોને સ્થળાંતર માટે તૈયાર રહેવા માહિતગાર કર્યા હતા.
જોકે, બે દિવસમાં આવી કોઇ જરૂર પડી નથી અને ડેમમાં નવી આવક પણ બંધ થઇ ગઇ છે. લોકો જયાં ઓવરફલો નિહાળવા પહોંચે છે તે ડાઉન સ્ટ્રીમ એરીયા બંધ કરાયો છે અને આગળના દરવાજે લોક મરાયા છે અને સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ છે અને ડેમના પાણીમાં કોઇ પણ વસ્તુ ન ફેંકવાના નવા સાઇન બોર્ડ પણ મૂકાયા છે. 29 ફુટના ડેમમાં 0.20 ફુટની નવી આવક થતા હાલનું લેવલ 27.80 ફુટ છે. હવે ઓવરફલોમાં 1.20 ફુટનું અંતર છે અને ડેમમાં 92 ટકા જળરાશીનો સંગ્રહ થયો છે.
આજી ડેમ ઓવરફલો થવા આડે હવે ઓછું અંતર હોય ગઇકાલથી સલામતીના વધુ પગલા લેવાયા છે તો ઓવરફલો એરીયા બંધ કરી દેવાયો છે