આજથી CBSE બોર્ડની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓ 9 વસ્તુ નહીં લઈ જઈ શકે

આજથી સીબીઅેસઈની બોર્ડની પરીક્ષા શરૂ થશે. વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સ્માર્ટ વોચ, હેન્ડ બેગ, પાઉચ સહિત 9 વસ્તુ નહીં લઈ જઈ શકે. રાજકોટ રિજિયનમાં ધોરણ 10-12ના 4,225 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગેરરીતિ અટકાવવા માટે આ વખતે ન્યૂ સીસીટીવી પોલિસી લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત રિઝલ્ટ જાહેર ના થાય ત્યાં સુધી શાળાએ રેકોર્ડિંગ રાખવું પડશે.

ધોરણ 10ની પરીક્ષા આજથી શરૂ થાય છે જે 18 માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 2 એપ્રિલ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10.30 થી 1.30 સુધીનો છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા નવી સીસીટીવી પોલિસી અમલમાં આવી છે.

નવા નિયમ મુજબ પરીક્ષા કેન્દ્રમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 કલાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવશે. ઓફિસર ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી પર ઉપર નજર રાખશે અને તેના ઉપર દિલ્હી ખાતેના કંટ્રોલરૂમની પણ નજર રહેશે. જ્યાં સુધી પરીક્ષાનું પરિણામ ના આવે ત્યાં સુધી સમગ્ર પરીક્ષાનું સીસીટીવી રેકોર્ડિંગ જે તે પરીક્ષા કેન્દ્રોએ ફરજિયાત રાખવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *