આખરે રાજકોટ શહેર ભાજપનું સંગઠન માળખું જાહેર

આખરે રાજકોટ શહેર ભાજપનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં શહેર પ્રમુખ ડો. માધવ દવે દ્વારા પોતાની નવી ટિમ જાહેર કરી તેમાં મોટા ભાગે નો-રિપીટ થિયરી અપનાવી 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષ સહીત યુવા મોરચા, મહિલા મોરચો, કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ મોરચાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સંગઠનમાં નિમણુંક આપવામાં ધારાસભ્ય ઉદય કાનગડનું પલડું ભારે રહ્યાની ચર્ચા ભાજપના આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.

પ્રમુખ પછીની મહત્વની મહામંત્રી તરીકે તમામ નવા નામો સાથે પાટીદાર, ક્ષત્રિય અને પ્રજાપતિ સમાજને સ્થાન આપી નવી ટિમ તૈયાર કરવામાં આવી છે જેમ વલ્લભ દુધાત્રા, લલિત વાડોલિયા, અને યોગેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે એટલે કે જૂથવાદ વચ્ચે ચર્ચાતા નામો પૈકી એક પણ નામની મહત્વના હોદા પર નિમણુંક કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *