ઉનાળાની સિઝન શરુ થવાની સાથે જ કેરી માર્કેટમાં જોવા મળે છે. કાચી કેરી હોય કે પાકી કેરી હોય દરેક વ્યક્તિ તેની દિવાની છે. કેરી તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ફક્ત કેરી જ નહીં કેરીના પાન એટલે કે આંબાના પાન જેના વિશે મોટાભાગે લોકો જાણતા નહીં હોય તેના લાભ વિશે…
કેરીના પાનામાં વિટામીન સી અને વિટામીન એના ગુણ રહેલા છે. જે વાળને સાઇન આપે છે સાથે હેરને ડેમેજ થતા અટકાવે છે તે સાથે જ કેરીના પાન ડેમેજ સ્કિનને ઠીક કરવાના કામમાં પણ આવે છે.
મહિલા હોય કે પુરુષ દરેક પોતાના દેખાવ વિશે સજાક હોય છે, તેમાં પણ સ્કિન અને વાળ માટે તો અનેક પ્રકારના નુસ્ખા અપનાવે છે. અહીં કેરીના પાનની વાત કરીએ છીએ, કેરીના પાનની જેમાં એવા પોષક તત્વો હોય છે જે સ્કિન માટે જરુરી છે.
એજિંગઃ ડ્રાય સ્કિન અને એજિંગ માટે કેરીના પાન ખૂબ જ ફાયદાકારક છે.
કરચલીઃ ના ફક્ત ફાઇન લાઇન્સ ઓછી કરે છે, પરંતુ કરચલીને દૂર કરવામાં પણ અસરકારક છે.
નેચરલ ગ્રોથઃ વાળનો નેચરલ ગ્રોથના કારણે કેરીના પાનનો ઉપયોગ કરો.