આંગડિયા પેઢીના કર્મીએ 37 લાખની લૂંટનું રચ્યું નાટક

રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક આંગડિયા પેઢીના કર્મચારીને રિવોલ્વર બતાવી ત્રણ શખ્સ રૂ.37 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી ગયાની ઘટના જાહેર થતાં પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે ઊલટ તપાસ કરનાર આંગડિયા પેઢીના કર્મચારીએ જ લૂંટની ખોટી સ્ટોરી ઊભી કર્યાનો ભાંડાફોડ થયો હતો.

રાજકોટની મહેન્દ્ર અરવિંદ પટેલ આંગડિયા પેઢીમાં નોકરી કરતા અને ઢસા રહેતા જગદીશ ભરત ચૌહાણે (ઉ.વ.37) ત્રંબા નજીક પોતાની સાથે લૂંટની ઘટના બન્યાની પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ડીસીપી સજ્જનસિંહ પરમાર, ક્રાઇમ બ્રાંચ, એલસીબી સહિતની ટીમ દોડી ગઇ હતી. જગદીશ ચૌહાણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે મહેન્દ્ર અરવિંદ પટેલ આંગડિયા પેઢીમાં નોકરી કરે છે, તેમની પેઢીમાં માલની જ લેતીદેતી થાય છે,

પોતે ઢસાથી રાજકોટ આવતો હોય ત્યારે અગાઉ અનેક વખત અન્ય આંગડિયા પેઢીના પૈસા જસદણથી લઇને આવતો હતો, બુધવારે પણ બપોરે ઢસાથી કાર લઇને નીકળ્યો હતો અને રાજકોટની પી. ઉમેશ આંગડિયા પેઢીના રૂ.37 લાખ રોકડા થેલામાં મૂકીને રાજકોટ આવવા નીકળ્યો હતો, બપોરે 1.45 વાગ્યે ત્રંબા નજીક પહોંચ્યો હતો

ત્યારે પાછળથી એક કાળા કલરની કાર ધસી આવી હતી અને તેણે ઓવરટેક કરી મારી કારને ઊભી રખાવી હતી, તે કારમાંથી ત્રણ શખ્સ ઉતર્યા હતા અને મારી કારમાં ઘૂસી એક શખ્સે રિવોલ્વર બતાવી હતી અને ચુપ રહેવાનું કીધું હતું અને રૂ.37 લાખની રોકડ ભરેલો થેલો લઇ પોતાની કારમાં નાસી ગયા હતા.

રૂ.37 લાખની લૂંટની ઘટનાને પગલે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. જગદીશ ચૌહાણ જે આંગડિયા પેઢીની રોકડ લઇને આવતો હતો તે આંગડિયા પેઢીના સુમિત અરવિંદ પટેલની પોલીસે પૃચ્છા કરતાં પોલીસને કેટલીક કડી મળી હતી, અને લૂંટની જાણ કરનાર જગદીશ જ શંકાના દાયરામાં આવ્યો હતો, ક્રાઇમ બ્રાંચની ટીમે જગદીશને સકંજામાં લઇ સમગ્ર ઘટનાની વિગતવાર પૂછપરછ શરૂ કરી હતી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *