શહેરના કાલાવડ રોડ અવધના ઢાળિયા પાસે ગોલ્ડન ટેન નામની બિલ્ડિંગની સાઈટ પર પરિવાર સાથે રહેતી અને મજૂરી કરતી અસ્મિતા કબુરભાઈ રાવત(ઉં.વ.19)નામની યુવતીએ રાતે લાકડાંની આડસમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવની જાણ થતાં 108ના ઈએમટીના તબીબે પોલીસને જાણ કરી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ જીતુભાઈ બાળા સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.
અસ્મિતા મૂળ દાહોદ લીમખેડાની કંબોઈ ગામની વતની હતી. અહીં તેણી બહેન-બનેવી સાથે રહી મજૂરી કરતી હતી. રાત્રીના રસોઈ કરવા માટે લાકડાં લેવા માટે નજીકમાં ગયા બાદ તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો.