અલ્લુ અર્જુન તેની ફિલ્મ ‘પુષ્પા-2’ માટે ચર્ચામાં છે. સાઉથનો આ એક્ટર તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીને મળ્યો હતો. બંનેની આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે અલ્લુ ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે.
અલ્લુ અર્જુન સંજય લીલા ભણસાલીને મળવા મુંબઈમાં તેની જુહુ ઓફિસમાં આવ્યો હતો. તેમની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ અભિનેતાના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે અલ્લુ અર્જુન સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે જ સમયે, કેટલાક યૂઝર્સ ટિપ્પણી કરી રહ્યા છે કે અલ્લુ ‘લવ એન્ડ વોર’ ફિલ્મમાં કેમિયો કરશે.
ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ વર્ષ 2026માં રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. હવે જોવાનું એ રહે છે કે અલ્લુ ફિલ્મમાં કેમિયો કરશે કે પછી લીડ રોલમાં જોવા મળશે. સામાન્ય રીતે અલ્લુ કેમિયો કરતો નથી.