અલ્લુ અર્જુનની પ્રશંસા કરવા જતા શાહરુખ ખાન ટ્રોલ

બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘રાકા’ના ફર્સ્ટલુકની પ્રશંસા કરી છે. ગઈકાલે અલ્લુ અર્જુને તેના 44મા જન્મદિવસ પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું.

શાહરુખે અલ્લુ અર્જુનને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું

શાહરુખ ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, ‘હેપ્પી બર્થડે અલ્લુ અર્જુન. ‘રાકા’નું પોસ્ટર તમારા જેવું જ શાનદાર અને રસપ્રદ છે. હું આ પ્રોજેક્ટ જોવા માટે ઉત્સુક છું. એટલીના શબ્દોમાં કહું તો આ અનુભવ માસ માસ માસ… કહેવાશે. ઓલ ધ બેસ્ટ એટલી.’

જ્યારે બીજી તરફ ‘ધુરંધર 2’ના ચાહકો શાહરૂખની આ પોસ્ટ પછી નારાજ થઈ ગયા છે. ચાહકોનું કહેવું છે કે શાહરૂખે ગ્લોબલ લેવલ પર રેકોર્ડ તોડી રહેલી ‘ધુરંધર 2’ પર અત્યાર સુધી કેમ મૌન સેવ્યું છે.

ત્યાં જ અલ્લુ અર્જુને શાહરૂખની પોસ્ટનો જવાબ આપ્યો. તેણે શાહરૂખનો આભાર માનતા આશા વ્યક્ત કરી કે, તેઓ આ પ્રોજેક્ટથી બધાના દિલ જીતી લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *