અલ્બાનિયાની AI મંત્રી ડિએલા પ્રેગ્નેન્ટ, 83 બાળકોને જન્મ આપશે

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ જણાવ્યું હતું કે દેશના પ્રથમ AI-જનરેટેડ મંત્રી (રોબોટ), ડિએલા ગર્ભવતી છે અને 83 AI “બાળકો” ને જન્મ આપશે. તેમણે તેની જાણકારી બર્લિનમાં ગ્લોબલ ડાયલોગ (BGD)ને સંબોધિત કરતા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 83 નવા “બાળકો” સોશિયલિસ્ટ પાર્ટીના સાંસદો માટે સહાયક તરીકે સેવા આપશે. રામાએ જણાવ્યું હતું કે આ AI આસિસ્ટન્ટ 2026 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે અને સાંસદોને વિવિધ મહત્ત્વપૂર્ણ કાર્યોમાં મદદ કરશે. આ જાહેરાત સાથે ડિએલા નામના આ AI મંત્રીએ આખી દુનિયાનું ધ્યાન તેમની બાજુ ખેચ્યું છે.

જર્મનીમાં ગ્લોબલ ડાયલોગ (BGD) માં બોલતા, અલ્બેનિયન પીએમ રામાએ કહ્યું, “આજે અમે ડિએલા સાથે એક મોટું જોખમ લીધું અને તે ખૂબ જ સારું રહ્યું છે. પહેલીવાર ડિએલા પ્રેગ્નેન્ટ છે અને તે 83 બાળકોને જન્મ આપશે.” અલ્બાનિયા દુનિયાનો પહેલો એવો દેશ છે જેમની પાસે એક AI મંત્રી છે. તે પિક્સલ અને કોડથી બનેલી એક વર્ચ્યુઅલ મંત્રી છે, જે સંપૂર્ણ રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રમાણે કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *