અરબાઝની પત્ની શૂરાના બેબી શાવરમાં સ્ટાર્સનો જમાવડો

અરબાઝ ખાન 57 વર્ષની ઉંમરે ફરી પિતા બનવા જઈ રહ્યો છે. ત્યારે અરબાઝ અને તેની બીજી પત્ની શૂરાએ તેમની આ ખુશીને પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સાથે ઉજવણી કરી હતી. આજે શૂરા ખાનનું બેબી શાવર યોજાયું હતું. અરબાઝની પહેલી પત્ની મલાઇકાનો દીકરો અરહાન તેની સાવકી માતાના સીમંતમાં ઉત્સાહમાં જોવા મળ્યો હતો. જ્યારે અરબાઝનો મોટો ભાઈ સલમાન ખાને ટાઇટ સિક્યોરિટી સાથે પ્રસંગમાં હાજરી આપી હતી.

અરબાઝ અને શૂરા તેમના પહેલા બાળકને આવકારવા માટે ઉત્સાહમાં છે. આજે યોજાયેલા બેબી શાવરમાં મોમ ટુ બી શૂરા અને અરબાઝે ટ્વીનિંગ કર્યું હતું. શૂરાએ પીળા રંગના કમ્ફર્ટેબલ ફ્રીલ ગાઉનમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો, જ્યારે અરબાઝે પીળો શર્ટ અને સફેદ પેન્ટ પહેર્યું હતું. શૂરાના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો દેખાઈ રહ્યો હતો.

ઘરના પ્રસંગમાં મોટા ભાઈ સલમાન ખાને ટાઇટ સિક્યોરિટી સાથે એન્ટ્રી મારી હતી. ‘ભાઈજાન’એ ડેનિમ અને બ્લેક શર્ટ પહેર્યા હતા, સાથે જ ડાર્ક સનગ્લાસિસ પણ પહેર્યા હતા. તેણે વેન્યૂમાં જતાં પહેલા પાપારાઝીનું નમ્રતાથી અભિવાદન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *