અમેરિકી તપાસ એજન્સી સાથે વાત કરી રહી છે અદાણી એન્ટરપ્રાઇઝિસ

અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝે મંગળવારે જણાવ્યું હતું કે તે અમેરિકી તપાસ એજન્સી ‘ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ’ (OFAC) સાથે વાતચીત કરી રહી છે. આ મામલો ગયા વર્ષે જૂનમાં ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ (WSJ)માં છપાયેલા એક રિપોર્ટ સાથે જોડાયેલો છે.

જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અબજોપતિ ગૌતમ અદાણી પોતાના પર લાગેલા લાંચના આરોપોને સમાપ્ત કરાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

હકીકતમાં અદાણી ગ્રુપ પર અમેરિકામાં 2,029 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે.

ગયા વર્ષે અમેરિકામાં અદાણી સહિત 8 લોકો પર અબજો રૂપિયાની છેતરપિંડીના આરોપો લાગ્યા હતા. એટર્ની ઓફિસના આરોપપત્ર મુજબ, અદાણીની કંપનીએ ભારતમાં રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ ખોટી રીતે મેળવ્યા હતા.

આ માટે સરકારી અધિકારીઓને 250 મિલિયન ડોલર એટલે કે લગભગ 2,029 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ અદાણી પર લગાવવામાં આવ્યો હતો. આરોપીઓએ અમેરિકી રોકાણકારો અને બેંકો સાથે જૂઠું બોલીને પૈસા એકઠા કર્યા.

આ આખો મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક ફર્મ સાથે સંકળાયેલો હતો. 24 ઓક્ટોબર 2024 ના રોજ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં આ કેસ દાખલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *