કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ગયા મહિને સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના મંચ પરથી કહ્યું હતું કે દુનિયાની જૂની વ્યવસ્થા ‘તૂટી’ રહી છે. હવે મધ્યમ શક્તિવાળા દેશોને સાથે આવીને કામ કરવું પડશે.
દાવોસમાં પોતાના ભાષણમાં કાર્નીએ ન તો ટ્રમ્પ પ્રશાસનનું નામ લીધું અને ન તો તે અમેરિકી ટેરિફનો ઉલ્લેખ કર્યો, જેના કારણે જૂની ગ્લોબલ સિસ્ટમ હચમચી ગઈ. પોતાના ભાષણમાં તેમણે ભલે સીધી રીતે ભારતનું નામ ન લીધું હોય, પરંતુ ઇશારો સ્પષ્ટપણે ભારત તરફ હતો.
ભારત આ સમયે બે મોટા દબાણો વચ્ચે ઊભું છે. એક તરફ અમેરિકાની બદલાતી નીતિઓ છે તો બીજી તરફ ચીનની વધતી આક્રમકતા. આવા સંજોગોમાં ભારત હવે પરંપરાગત ભાગીદારોથી આગળ વધીને દુનિયાના બીજા ભાગોમાં નવા મિત્રો શોધી રહ્યું છે.