અમેરિકામાં શટડાઉનનો બીજો દિવસ

અમેરિકામાં આજે બીજા દિવસે પણ શટડાઉન ચાલુ રહ્યું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે સેનેટમાં સરકારને ભંડોળ પૂરું પાડવા માટેનો બિલ પસાર કરાવવામાં નિષ્ફળ ગયા.

ઘણા બિન-આવશ્યક સરકારી કાર્યો સ્થગિત કરવામાં આવ્યા છે, જેના પરિણામે આશરે 750,000 સરકારી કર્મચારીઓને રજા પર ઉતારવામાં આવ્યા છે. આમાંથી 300,000 કર્મચારીઓની નોકરીમાંથી છટણી પણ થઈ શકે છે.

બુધવારે મોડી રાત્રે સેનેટે બે ફંડિંગ બિલ પર મતદાન કર્યું. પ્રથમ મતદાન ડેમોક્રેટ્સના ભંડોળ બિલ પર હતું, જેમાં તેમની હેલ્થકેર માંગણીઓનો સમાવેશ થતો હતો. પક્ષમાં 46 અને વિરોધમાં 53 મત પડ્યા.

બીજું મતદાન રિપબ્લિકન સ્ટોપગેપ ફંડિંગ બિલ પર હતું, જે મંગળવારે પસાર થવામાં નિષ્ફળ ગયું. બિલને પક્ષમાં 55 અને વિરોધમાં 45 મત મળ્યા, જેને પસાર થવા માટે 60 મતોની જરૂર હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *